શું ભારત અને પાકિસ્તાન ફરીથી એક ન થઈ શકે ?
જો ભારતનું વિભાજન પાયાની ભૂલ હોય, તો બંને દેશોના લોકો ભેગા મળીને ભૂતકાળની મહાભયાનક ભૂલને સુધારી ન શકે ? ભૂલોને સુધારવાની પ્રક્રયામાં માનવીય અહમો અને મૂર્ખતાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. જો કે આ સપનું જાર-જબરદસ્તીથી સાકાર નહીં થઈ શકે. તેના માટે લશ્કરો કામમાં નહીં આવે, પણ ભૂતકાળની ભૂલો સુધારવા માટે આત્મમંથનની પ્રક્રિયા દ્વારા લોકોના હ્રદયપરિવર્તનની આવશ્યકતા છે. જેમણે ભારતની એકતામાં અનેકતા જોઈ અને દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંત ઘડયા, પ્રાદેશિક રાષ્ટ્રવાદની અવધારણાને પ્રોત્સાહન આપ્યું, જેના કારણે લોકોના માનસ વિષાક્ત બન્યા છે, તેમને ફરીથી હ્રદયપરિવર્તનની પ્રક્રિયા દ્વારા વિષવિહીન કરી શકાય તેમ છે. એક જન, એક રાષ્ટ્ર અને એક સંસ્કૃતિના જનસમૂહમાં પૂજા પધ્ધતિ અને પંથોના બદલાવવા માત્રથી રાષ્ટ્રીયતામાં કેવી રીતે પરિવર્તન થઈ શકે ? આ ધરતીને પુલકિત કરવા માટે તમામ વર્ગ, જાતિ અને પંથના લોકએ પોતાના ખૂન-પસીનાથી સિંચન કર્યું છે. ત્યારે હિંદુ અને મુસ્લિમને એક અલગ રાષ્ટ્ર માની લેવું એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રને પાર પાડવા જેવું કામ છે.
0 comments:
Post a Comment